TODAYS NEWS : We loses our minister of external affairs.(પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન.)

ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની વયે નિધન થયું છે. મંગળવાર સાજે જ તેમને દિલ્હીના AIIMSમાં દાખલ કરાયા હતા. તેમને હાર્ટ એટેક આવતા અંતિમ શ્વાસ લીધા. ભાજપના મોટા નેતાઓ એમ્સ પહોંચ્યા હતા. આ બધાની વચ્ચે પીએમ મોદીએ સુષ્મા સ્વરાજના નિધન પર દુખ વ્યકત કરતા કહ્યું હતું કે આ મારું ખાનગી નુકસાન છે. આજે 3 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. આ પહેલા સવારે આઠથી 10.30 વાગ્યા સુધી જંતર મંતર ખાતે આવેલા તેમના ઘરે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે. ત્યાર બાદ 11 વાગ્યાથી 2.30 વાગ્યા સુધી ભાજપા કાર્યાલય ખાતે તેમના નશ્વર દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે.

સુષમા સ્વરાજના અંતિમ દર્શનમાં ભાવુક થયા PM મોદી-અડવાણી, ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા રામ ગોપાલ ;






 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

– કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ.
– હરિયાણા સરકારે સુષ્મા સ્વરાજના નિધન પર બે દિવસના શોકની કરી જાહેરાત.
– કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ પણ સુષ્મા સ્વરાજને આપી શ્રદ્ધાંજલિ. તેમની સાથે કોંગ્રેસ નેતા રાજીવ શુકલા પણ હતા.
– રૂસના રાજદૂત નિકોલે આર કુદાશેવ એ સુષ્મા સ્વરાજને યાદ કર્યા. તેમણે કહ્યું કે ભારતે શ્રેષ્ઠ નેતા અને ડિપ્લોમેટ ગુમાવ્યા.
– પૂર્વ પીએમ મનમોહન સિંહ પણ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા હતા.
– લાલ કૃષ્ણ અડવાણીના દીકરી પ્રતિભા પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ અવસર પર સુષ્મા સ્વરાજના દીકરીને મળ્યા તેઓ ખૂબ ભાવુક થઇ ગયા હતા.
– સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી થઇ ગયા ભાવુક.
– સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , દિલ્હીના લેફ્ટિનેંટ ગવર્નર અનિલ બૈજલ પહોંચ્યા.
– સુષ્માના નિધન પર ભાવુક થયા અડવાણી, બોલ્યા – નજીકના સહયોગીના મોતથી વ્યથિત છું.
– યોગગુરૂ બાબા રામદેવે દિવંગત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપી.
– રૂસના વિદેશ મંત્રાલયે સુષમા સ્વરાજના નિધન પર દુ:ખ વ્યક કર્યું.

દિલ્હીમાં બે દિવસનો શોક જાહેર.

– અભિનેત્રી અને મથુરાથી ભાજપ સાંસદ સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા તેમના ઘરે પહોંચ્યા.
– દિલ્હીના સીએમ કેજરીવાલે સુષમા સ્વરાજના નિધન પર શોક વ્યકત કર્યો.
– કેરળના પૂર્વ સીએમ ઓમન ચાંડી દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા.
– દેશ-દુનિયાના નેતાઓએ આપી સુષ્માને શ્રદ્ધાંજલિ.
– મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે દુખ વ્યક્ત કર્યું કહ્યું – અમારી સુષ્મા દીદી અમને બધાને છોડીને જતા રહ્યા. અસ્વસ્થ હોવા છતાંય પણ વિદિશા સહિતના રાજ્યની પ્રજાની સેવા કરતાં રહ્યા.
– પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન, સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર.
– સુષમા સ્વરાજ 67 વર્ષના હતા, ગત મોદી સરકારમાં તેઓ વિદેશ મંત્રી રહ્યા હતા.
– સુષમા સ્વરાજે ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષમા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષમા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષમા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.
– કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા સુષમા સ્વરાજ – પીએમ મોદી
– સુષમા સ્વરાજના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટ કર્યું હતું કે ભારતીય રાજનીતિમાં એક શાનદાર અધ્યાય સમાપ્ત થઈ ગયો. તેમણે પોતાનું જીવન સાર્વજનિક સેવા અને ગરીબોના જીવનને સમર્પિત કર્યું. સુષમા સ્વરાજ જી કરોડો લોકો માટે પ્રેરણાસ્ત્રોત હતા.
– સુષ્મા સ્વરાજ અટલ બિહારી વાજપેયી સરકારમાં પણ મંત્રી રહ્યા હતા. આ વખતે ખરાબ સ્વાસ્થ્યના કારણે તે લોકસભા ચૂંટણી લડ્યા ન હતા.